Mahatma Gandhi Ashram at Sabarmati, Ahmedabad, Gujarat https://gandhiashramsabarmati.org/en/2-uncategorised.html Sat, 19 Apr 2025 21:22:48 +0530 Joomla! - Open Source Content Management en-gb admin@gandhiashramsabarmati.org (Sabarmati Ashram Preservation and Memorial Trust) SAPMT Visitor Entry https://gandhiashramsabarmati.org/en/visitor-entry.html https://gandhiashramsabarmati.org/en/visitor-entry.html { BreezingForms : SampleContactForm }

]]>
headit@gandhiheritageportal.org (Super User) Uncategorised Thu, 14 Mar 2024 17:02:56 +0530
Sabarmati Ashram Precinct https://gandhiashramsabarmati.org/en/sabarmati-ashram-precinct.html https://gandhiashramsabarmati.org/en/sabarmati-ashram-precinct.html સ્નેહીશ્રી,

કુશળ હશો.

ગુજરાત સરકાર દ્વારા શરુ કરેલ ‘ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ’ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી આશ્રમનું પુનઃપ્રસ્થાપન અને વિસ્તૃતીકરણ (રીસ્ટોરેશન એન્ડ ઓગમેન્ટેશન)’ હાથ ધરવામાં આવ્યું છે. તેની અંતર્ગત ગાંધી આશ્રમનું બૃહદ સંકુલ (એક્સપાન્ડેડ ગાંધી આશ્રમ) તૈયાર થશે. હાલમાં આશ્રમની મુલાકાત લેનારને આશ્રમના મર્યાદિત હિસ્સાનો ખ્યાલ આવે છે. તેને બદલે, મુલાકાતીઓને ગાંધીજીએ સ્થાપેલા આશ્રમના મૂળ, બૃહદ સ્વરૂપનો ખ્યાલ આવે તે સૂચિત પ્રોજેક્ટનો હેતુ છે.

સૂચિત બૃહદ આશ્રમ પરિસરમાં નવાં પ્રદર્શન અને અર્થઘટન કેન્દ્રો (ન્યુ એક્ઝિબિશન્સ એન્ડ ઇન્ટરપ્રીટેશન સેન્ટર્સ) ઊભાં કરવાનો ‘ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ’નો ખ્યાલ છે. તે કામ માટે જરૂરી સજ્જતા અને દસ્તાવેજી સંસાધનો સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT) ધરાવે છે. તેથી તેના વિશેની કન્સેપ્ટ નોટ તૈયાર કરવાનું કામ ‘ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ’ તરફથી SAPMTને સોંપાયું છે.

સરકારના સૂચિત આયોજનના પગલે ઘણા લોકોના મનમાં ઘણી શંકાકુશંકાઓ પેદા થઈ છે. SAPMT માને છે કે ગાંધી આશ્રમ સમસ્ત માનવજાતની વૈશ્વિક ધરોહર છે. માટે તેના પુનઃપ્રસ્થાપન અને વિસ્તૃતીકરણને લગતી કાર્યવાહી વ્યાપક વિચાર-વિમર્શ દ્વારા થવી જોઈએ.

જાહેર વિચાર-વિમર્શની પ્રક્રિયાના ભાગરૂપે આ નોંધ તમને મોકલી રહ્યા છીએ. તે વાંચીને તમારાં સૂચનો-પ્રતિભાવો આ સાથે જોડેલા ફોર્મમાં લખી જણાવવા વિનંતી. આ સૂચનો-મંતવ્યોમાં બૃહદ આશ્રમ પરિસરમાં કયા નવા પ્રદર્શન અને અર્થઘટન કેન્દ્રો વિકસાવવા જોઈએ એ પણ જણાવવા વિનંતી છે. તમારાં સૂચનો-પ્રતિભાવો વ્યાપક સામેલગીરી થકી SAPMT દ્વારા તૈયાર થનારી કન્સેપ્ટ માટે મહત્ત્વનાં અને ઉપયોગી બની રહેશે.

આભાર.

SAPMT ટ્રસ્ટી મંડળ

 


 

પૂર્વભૂમિકા

દક્ષિણ આફ્રિકાથી 1915માં પાછા ફરેલા ગાંધીજીએ અમદાવાદ પર પસંદગી ઉતારી અને પહેલો આશ્રમ કોચરબ વિસ્તારમાં સ્થાપ્યો. વર્ષ 1917માં તેમણે શહેરથી દૂર, વાડજમાં નવી જગ્યાએ આશ્રમ ખસેડ્યો અને સાથીદારો સાથે ત્યાં આવીને વસ્યા. એ જગ્યા એટલે સાબરમતી આશ્રમ. વર્ષ 1917થી 1926 વચ્ચે આશ્રમ માટે તબક્કાવાર વધુ જમીન ખરીદવામાં આવી. આશ્રમની કુલ જમીન 110 એકરની થઈ, જેની તે સમયની કિંમત આશરે રૂ. બે લાખ હતી.

 

આશ્રમની જમીન પર આયોજનબદ્ધ રીતે વિવિધ પ્રવૃત્તિઓ-હેતુઓ માટે મકાનો ઉમેરાતાં ગયાં. હાલમાં બૃહદ આશ્રમ પરિસરમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં કુલ 61 મકાન છે. તેમને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય.

  1. મહાદેવ દેસાઈ, કાકા કાલેલકર, નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂવાળા જેવા ગાંધીજીના અત્યંત નિકટના અંતેવાસીઓનાં મકાન
  2. બીજાં આશ્રમવાસીઓનાં મકાન
  3. શૈક્ષણીક પ્રવૃત્તિ, પાણીની ઓરડી, ગૌશાળા, ચર્માલય, તેલની ઘાણી, હાથકાગળ કેન્દ્ર જેવાં કામ માટે વપરાતાં મકાન.

 

વર્ષ 1917 થી 1930 સુધી સાબરમતી આશ્રમ ભારતની આઝાદીની ચળવળ ઉપરાંત ગાંધીજીના અનેક સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને આધ્યાત્મિક પ્રયોગોનું તથા રચનાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્રસ્થાન બની રહ્યો. સત્યાગ્રહના વ્યાપક ફલક પરના પ્રયોગો અને નક્કર અમલીકરણ દ્વારા જગતને એક નવું દર્શન અને વ્યૂહરચના પણ ગાંધીજીએ આ ભૂમિ પરથી આપી. અંગ્રેજી સામ્રાજ્યને હચમચાવનારી દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ 1930માં સાબરમતી આશ્રમેથી જ કરી હતી. સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીના નૈતિક, રાજકીય, સામાજિક અને આર્થિક આચાર-વિચારોનો પ્રવાહ દેશ-દુનિયામાં વહેતો થયો. એ અર્થમાં આશ્રમનું મહત્ત્વ ઐતિહાસિક છે, પણ ફક્ત ઇતિહાસ પૂરતું મર્યાદિત નથી.

ગાંધીજીની હત્યા પછી દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ગણેશ વાસુદેવ માવળંકરે તથા અમદાવાદના મિલઓનર્સ એસોસિએશનના કસ્તુરભાઈ લાલભાઈ શેઠ અને અમૃતભાઈ હરગોવનદાસ શેઠે વિચાર્યું કે સાબરમતી આશ્રમની જાળવણી-સારસાભાળ માટે તેમ જ ગાંધીજીનાં લખાણ, ચીજવસ્તુઓ, દસ્તાવેજો અને અન્ય રીતે ગાંધીજીની સ્મૃતિ યથાયોગ્ય રીતે જાળવી રાખવા માટે નાણાંભંડોળ ઊભું કરવું જોઈએ. એ રીતે શરૂ થયેલો ઘટનાક્રમ વિવિધ તબક્કા વટાવીને છેવટે મે 18, 1951ના રોજ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના અમલ સુધી પહોંચ્યો. તેના ટ્રસ્ટીઓ હતાઃ ગણેશ વાસુદેવ માવળંકર, કસ્તુરભાઈ લાલભાઈ, અમૃતલાલ હરગોવનદાસ અને પરિક્ષિતલાલ મઝુમદાર.

આશ્રમનાં વિવિધ ટ્રસ્ટ

આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે માટે છ જુદાં-જુદાં ટ્રસ્ટ બનાવવામાં આવ્યાં અને તે દરેકની કામગીરીનો વ્યાપ નક્કી કરવામાં આવ્યો. કાર્ય વિભાજનને ધ્યાનમાં રાખી જમીન-મકાનની ફાળવણી પણ મહદઅંશે ટ્રસ્ટના કામ-જરૂરિયાત મુજબ કરવામાં આવી.

  1. સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ 1932-33
  2. ગુજરાત ખાદી-ગ્રામોદ્યોગ મંડળ 1940
  3. સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ 1951
  4. ગુજરાત હરિજન સેવક સંઘઃ 1952
  5. સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ 1952
  6. ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ 1957-58

મુલાકાતીઓ

દુનિયાભરના સેંકડો મુલાકાતીઓ માટે સાબરમતી આશ્રમ શ્રદ્ધાના-પ્રેરણાના કેન્દ્ર જેવો છે. દેશવિદેશના વડાઓથી માંડીને દેશના સામાન્ય નાગરિકો સુધીના સૌ આશ્રમના વર્તમાન વાતાવરણમાં ગાંધીજીની અદૃશ્ય હાજરી અને તેનો ફક્ત અનુભવી શકાય, પણ શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય એવો અહેસાસ મેળવે છે. ચમક-દમક અને ભવ્યતા-ભપકાબાજીના અભાવને કારણે ઘણા મુલાકાતીઓને મન આશ્રમ એ ગાંધીજી વિશેનો થીમ પાર્ક નહીં, ગાંધીજી અને તેમનાં મૂલ્યો સાથે જીવંત અનુસંધાન અનુભવવાનું ઠેકાણું રહ્યો છે. ચોતરફના સંઘર્ષો વચ્ચે આશ્રમમાંથી મુલાકાતીઓને ગાંધીમૂલ્યોની શાશ્વતતાનો સધિયારો મળે છે. તેમની આ લાગણી વિઝિટર્સ બુકમાં જુદા જુદા શબ્દોમાં, અનેક રીતે પ્રતિબિંબિત થાય છે.

આશ્રમમાં સામાન્ય દિવસે રોજના આશરે ત્રણેક હજાર મુલાકાતીઓ આવે છે અને રજાના દિવસે-વેકેશનમાં એ સંખ્યા ઘણી વધારે હોય છે. વર્ષે દહાડે દેશ-વિદેશમાંથી આવતા આશરે દસ લાખથી પણ વધુ મુલાકાતીઓમાંથી ઘણા ગાંધી જીવનની સુગંધ ધરાવતો વિશિષ્ટ અનુભવ સાથે લઈને જાય છે. મોટા ભાગના મુલાકાતીઓ માટે સાબરમતી આશ્રમની મુલાકાત એક પ્રવાસન સ્થાન નહીં પણ ગાંધીજી ના જીવન-કવન પામવાનો ભાવાત્મક અનુભવ બની રહે છે.

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક સંગ્રહાલય (SAPMT) ની ભૂમિકા

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (SAPMT) ના હેતુઓમાં સાબરમતી આશ્રમ પરિસર, ઉપાસના ભૂમિ અને મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં વિવિધ તબક્કે ઉપયોગમાં લીધાં હોય એવાં મકાનોની સાચવણી અને રખરખાવનો સમાવેશ થાય છે. ઉપરાંત, ગાંધીજી અને તેમના જીવનદર્શન સાથે સંકળાયેલાં પુસ્તકો, પત્રો, સ્મૃતિચિહ્નો, ચીજવસ્તુઓ, હસ્તપ્રતો, દસ્તાવેજો વગેરે ધરાવતા સંગ્રહાલયની જાળવણીની જવાબદારી પણ SAPMTને સોંપવામાં આવી.  SAPMT તે ભૂમિકા 1951થી સાતત્યપૂર્વક ભજવતું આવ્યું છે. SAPMT દ્વારા ફક્ત પ્રીઝર્વેશનનું નહીં, કન્ઝર્વેશનનું કામ પણ થયું છે, જેમાં સાબરમતી આશ્રમની સાદગી (simplicity), શુચિતા (purity) અને પવિત્રતા (holiness)ને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યાં છે. સમય પ્રમાણે પરિવર્તનનો પ્રસંગ કે પડકાર આવે ત્યારે જડતાપૂર્વક પરિવર્તનનો ઇન્કાર કરાયો નથી. પણ ઉપરોક્ત મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખીને, વિચાર-વિમર્શ દ્વારા નિર્ણયો લેવાયા છે. પરિણામે, પરિવર્તનો પછી પણ આશ્રમના માહોલમાંથી અનુભવાતો અહેસાસ જોખમાયો નથી.

ગાંધીજીએ તેમના જીવન દરમિયાન ક્યારેય કોઈ દૈવી કે અવતારી પુરુષ હોવાનો દાવો કર્યો ન હતો. તેમની ભૌતિક ગેરહાજરીમાં તેમની પાછળ અંધ ભક્તિ કે અંધશ્રદ્ધાનો માહોલ ઊભો કરવાને બદલે, SAPMTએ ગાંધીજીના જીવનકાર્યની અને તેમના જીવનવિચારની અધિકૃત માહિતી જાળવવાનો અને પ્રદર્શન સહિતનાં માધ્યમો દ્વારા લોકો સમક્ષ મુકવાનો અભિગમ અપનાવ્યો છે. તેમના જીવનદર્શનને વધુ ને વધુ ઊંડાણથી અને વિવિધ દૃષ્ટિકોણથી સમજી શકાય એવા પત્રો, દસ્તાવેજો, પુસ્તકો વગેરે એકત્ર કરવાનું અને તેમના પ્રમાણભૂત વૈચારિક વારસા તરીકે લોકો સમક્ષ મુકવાનું ચાલુ રાખ્યું છે. આજ દિશામાં આગળ વધતા SAPMTએ 2013ના વર્ષથી ગાંધી હેરીટેજ પોર્ટલ (www.GandhiHeritagePortal.org) તૈયાર કરી સાંપ્રત સમયને અનુરૂપ આ માહિતી વિગતો દરેકને ઉપલબ્ધ બને તેવો મહત્વનો ઉપક્રમ શરુ કરેલો છે. દેશવિદેશના સામાન્ય મુલાકાતીઓથી માંડીને અસંખ્ય અભ્યાસીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે અને લઈ રહ્યા છે.

SAPMTએ અત્યાર લગી તેના ૩૪,૧૨૦ ચો.વાર વિસ્તારમાં સ્મારકો, મકાનો, સંગ્રહાલય અને સામગ્રીની જાળવણીની જવાબદારી નિભાવી છે. SAPMT અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નક્કી થયેલી તેની કામગીરી સૂચિત બૃહદ આશ્રમ પરિસરમાં પણ બદલાતી નથી—ફક્ત તેનો વિસ્તાર વધે છે.

સૂચિત યોજના

હાલનો બૃહદ આશ્રમની વચ્ચેથી પસાર થતો આશ્રમરોડ બંધ કરી વૈકલ્પિક જગ્યાએ ડાયવર્ટ કરવાનું આયોજન છે જેથી સમગ્ર વિસ્તારને “શાંત વિસ્તાર (Silent Zone)” તરીકે વિકસાવી શકાય.

મોટાભાગના મુલાકાતીઓ પોતાના વાહનો કે ભાડે કરેલા વાહનો લઈને સાબરમતી આશ્રમની મુલાકાતે આવે છે. આથી તેમેને પર્યાપ્ત પાર્કિંગ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવશે.

બૃહદ આશ્રમનો વિસ્તાર મુલાકાતીઓ માટે વધી રહ્યો છે ત્યારે સરેરાશ મુલાકાતી હાલ કરતાં વિશેષ સમય આશ્રમ પરિસર પર વિતાવશે જેથી ગાંધી આશ્રમના વાતાવરણને અનુરૂપ સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું પણ આયોજન છે.

પુનઃપ્રસ્થાપનમાં બૃહદ આશ્રમ પરિસરમાં કાર્યરત છ ટ્રસ્ટોના મકાનોમાં પેઢી દર પેઢીથી જે આશ્રમવાસી પરિવાર રહે છે તેમની સાથે સંવાદ-વિમર્શ કરી પૂરતું નાણાકીય વળતર કે વૈકલ્પિક રહેઠાણ ઉપલબ્ધ કરાવીને વિસ્થાપન કરાવવાનું કામ ગુજરાત સરકાર દ્વારા કાર્યાન્વિત છે.

સરકારે પ્રારંભિક તબક્કે સાબરમતી આશ્રમના પુનઃપ્રસ્થાપન અને વિસ્તૃતીકરણનો જે પ્લાન કરાવ્યો છે તે નકશારૂપે અહીં જોડવામાં આવ્યો છે.

sapmtprecinct

સૂચિત યોજના વિશેની શંકાકુશંકાઓ

સૂચિત યોજના વિશે દેશવિદેશના ગાંધીપ્રેમીઓ, વિવિધ વ્યવસાયના નિષ્ણાતો, જાહેર જીવનનાં વ્યક્તિત્વો અને નાગરિક સમાજ દ્વારા વિવિધ પ્રકારની શંકાઓ અને ચિંતાઓ વ્યક્ત થતી રહી છે. તેનો સાર આ પ્રમાણે છે.

  1. સૂચિત યોજનાથી ગાંધી આશ્રમનું સરકારીકરણ થશે. ગાંધીજીના જીવનદર્શન તેમ જ તેના પ્રદર્શન અને અર્થઘટનને લગતી આખરી સત્તા સરકાર પાસે જશે અને ટ્રસ્ટોનું પ્રતિનિધિત્વ ફક્ત ઔપચારિક રહેશે.
  2. સરકારીકરણને કારણે આશ્રમનાં પવિત્રતા અને સાદગી નષ્ટ થશે.
  3. ગાંધી આશ્રમના નવીનીકરણના બહાને આશ્રમની ઐતિહાસિક-આધ્યાત્મિક મહત્તા અને સાદાઈ વિસારે પાડીને તેને ચમકદમકપ્રધાન બનાવવામાં આવશે.
  4. ગાંધી આશ્રમ ઐતિહાસિક-આધ્યાત્મિક અહેસાસ કરાવતા યાત્રાસ્થાનને બદલે આંતરરાષ્ટ્રીય પ્રવાસન ધામમાં ફેરવાઈ જશે.
  5. અત્યાર લગી આશ્રમ પરિસરમાં જળવાઈ રહેલા ગાંધીજીના વારસા પર વિચાર-ધારાકીય આક્રમણનું જોખમ ઊભું થશે અને તેની પ્રમાણભૂતતા જોખમાશે. તે માટે ભૌતિક તોડફોડ જરૂરી નથી, સંદર્ભો બદલવાથી પણ પાયામાં નુકસાન કરી શકાય છે.
  6. ગાંધીજીના જીવનકાર્યથી વિપરીત અને વિરોધી વિચારધારાઓને પણ સૂચિત બૃહદ આશ્રમ પરિસરમાં સ્થાન આપીને, ગાંધીજીના મહત્ત્વ તેમ જ માહત્મ્યને ઘટાડવાનો પ્રયાસ થશે.
  7. નવું પરિસર બદલાયેલી લોકરૂચિને પોષે એવું બની રહેશે, જેથી લોકોને મઝા આવશે, પણ આખી મુલાકાતના અંતે તેમના મન પર ગાંધીજીની કે તેમનાં મૂલ્યોની કોઈ છાપ નહીં પડે.
  8. સરવાળે, દેશના સૌથી મહત્ત્વના ગાંધીસ્મારકોમાં અગ્ર ક્રમ ધરાવતા સાબરમતી આશ્રમની માર્કેટ વેલ્યુ વધશે, પણ હિસ્ટોરિકલ-સ્પિરિચ્યુઅલ વેલ્યુ ધીમે ધીમે નષ્ટ થશે.

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક સંગ્રહાલય (SAPMT) નો અભિગમ

આશ્રમના પુનઃપ્રસ્થાપન અને વિસ્તૃતીકરણ વિશેની શંકાકુશંકાઓથી SAPMT પરિચિત છે અને તેમાં વ્યક્ત થતી નિસબતની તે કદર કરે છે. SAPMT માને છે કે સાબરમતી આશ્રમના બૃહદ પરિસરમાં સાદગી, શુચિતા અને પવિત્રતાનાં મૂળભૂત મૂલ્યો યથાવત જાળવી રાખવા માટે જડ નિયમો આંકી દેવાનું સલાહભર્યું નથી. કેમ કે, બદલાતા સમય પ્રમાણે કેટલાક ફેરફાર અનિવાર્ય બની રહે છે અને ગમે તેટલા સારા આશયથી કરાયેલા નિયમો પણ અપૂરતા નીવડે છે. એવી સ્થિતિમાં જરૂરી એ છે કે કંઈ પણ નવું કરતાં પહેલાં, આશ્રમ પરિસરનાં મૂળભૂત મૂલ્યો કેન્દ્રસ્થાને રાખીને, તંદુરસ્ત વિચાર-વિમર્શ થાય અને તદનુસાર નિર્ણય લેવાય. ભવિષ્યની સ્થિતિ માટેના નિર્ણયો અત્યારથી લઈ રાખવામાં શાણપણ નથી. પરંતુ ભવિષ્યમાં આવનારી કોઈ પણ સ્થિતિ માટે નિર્ણય લેવાનો થાય ત્યારે તે શી રીતે લેવો જોઈએ, તેની પ્રક્રિયા સ્થાપિત થાય તે જરૂરી છે.

SAPMTને વર્તમાન આશ્રમ પરિસર માટે એવા નિર્ણય લેવાના ઘણા પ્રસંગ આવ્યા છે. તે દરેક વખતે ટ્રસ્ટીઓ ઉપરાંત સંબંધિત નિષ્ણાતોનો અને ગાંધીજીના અભ્યાસીઓનો મત લેવાયો છે. ત્યાર પછી મૂળભૂત મૂલ્યોનો ભંગ ન થાય એ રીતે, પરિવર્તન પણ થયાં છે. છતાં, આશ્રમના વર્તમાન પરિસરમાં એટલે કે SAPMTના પરિસરમાં મુલાકાતીઓને ગાંધીજીની સૂક્ષ્મ હાજરીનો અને તેમનાં જીવનમૂલ્યોનો અહેસાસ થતો રહ્યો છે. મૂળભૂત મૂલ્યોમાં મોટા પાયે કશી બાંધછોડ થઈ નથી. નાની બાબતોમાં વિચારભેદ હોઈ શકે, પણ આશ્રમનાં મૂળભૂત મૂલ્યો જળવાયાં છે, તેવું સૌને લાગે છે. આ જડ નિયમોને કારણે નહીં, પણ દરેક વખતે મૂળભૂત મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખીને ખુલ્લા મનથી કરાયેલા વિચાર-વિમર્શની પ્રક્રિયાને કારણે શક્ય બન્યું છે.

સૂચિત પુનઃપ્રસ્થાપન અને વિસ્તૃતીકરણ પછી અસ્તિત્વમાં આવનારા બૃહદ આશ્રમ પરિસર માટે તમામ નિર્ણયો આગળ જણાવેલી રીતે, મૂળભૂત મૂલ્યોને કેન્દ્રમાં રાખીને, સંબંધિત ક્ષેત્રના અભ્યાસીઓ તેમ જ ગાંધીઅભ્યાસીઓ સાથે વિચાર-વિમર્શથી લેવાય, તે બૃહદ આશ્રમ પરિસરની ઐતિહાસિકતા અને આધ્યાત્મિકતા જાળવી રાખવા માટે અનિવાર્ય છે.

]]>
headit@gandhiheritageportal.org (Super User) Uncategorised Thu, 26 May 2022 16:19:10 +0530
Opinion on Sabarmati Ashram Precinct https://gandhiashramsabarmati.org/en/opinion-on-sabarmati-ashram-precinct.html https://gandhiashramsabarmati.org/en/opinion-on-sabarmati-ashram-precinct.html ]]> headit@gandhiheritageportal.org (Super User) Uncategorised Thu, 20 Jan 2022 16:23:59 +0530 3D Models of the Artifacts https://gandhiashramsabarmati.org/en/gallery/3d-models-of-the-artifacts.html https://gandhiashramsabarmati.org/en/gallery/3d-models-of-the-artifacts.html

 

]]>
headit@gandhiheritageportal.org (Super User) Uncategorised Tue, 02 Jun 2020 13:46:31 +0530