All Religion Prayer on 30th January, 2018
30 January, 2018
ગાંધી નિર્વાણ દિન
૩૦ જાન્યુઆરી ૨૦૧૮, મંગળવાર
સ્થળ : સાબરમતી આશ્રમ
૭૦મા ગાંધી નિર્વાણદિન તા. ૩૦ જાન્યુઆરી ૨૦૧૮, મંગળવારે સાબરમતી આશ્રમમાં યોજાનાર કાર્યક્રમોમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
સવારે ૮:૩૦ થી ૧૦:૦૦, સ્થળ : હૃદયકુંજ
સર્વધર્મ પ્રાર્થના તથા અતિથિવિશેષ શ્રી રાધાબહેન ભટ્ટનું ગાંધી વ્યાખ્યાનમાળામાં પ્રવચન.
સવારે ૮:૩૦ કલાકે સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ શ્રી રાધાબહેન ભટ્ટ પ્રવચન કરશે.
શ્રી રાધાબેહેન ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના પૂર્વ અધ્યક્ષ, લક્ષ્મી આશ્રમ-કૌસાનીના માર્ગદર્શક, ગાંધીપ્રેરિત પ્રવૃત્તિઓના સમાજસેવિકા છે. શ્રી રાધાબહેને ભૂદાન આંદોલન, ચીપકો આંદોલન, નદી બચાવો જેવા આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ ઉત્તરાખંડના પહાડી-દુર્ગમ વિસ્તારોમાં દારૂબંધી, સ્ત્રી-જાગૃતિ તથા સામાજિક વિકાસની કામગીરી કરી રહ્યા છે.
સવારે ૧૧:૦૦ વાગે, સ્થળ : ગાંધી સંગ્રહાલય
કેનવાસ તૈલ ચિત્રોનું પ્રદર્શન અને વેચાણ
નવસારી જિલ્લાના મરોલી ગામના ચિત્રકાર શ્રી બળવંતભાઈ રાઠોડના ગાંધીજીની વિવિધ મુદ્રાના ૫૦ જેટલા કેનવાસ તૈલ ચિત્રોનું પ્રદર્શન અને વેચાણ.
સાંજે ૫:૩૦ થી ૭:૦૦ સ્થળ : આશ્રમ પ્રાંગણ
ગાંધી હેરિટેજ અંગે વક્તવ્ય તથા ‘સાબરમતી કે સંત’ ફિલ્મનું નિદર્શન
ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’ ‘ગાંધી હેરિટેજ’ અંતર્ગત ‘ગાંધીજી અમદાવાદના આંગણે’ વિષય પર વક્તવ્ય આપશે. ત્યારબાદ ‘સાબરમતી કે સંત’ દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન થશે. આ ફિલ્મમાં ૧૯૧૫થી ૧૯૩૦ના સમયગાળામાં ગાંધીજી સાથે સંકળાયેલ ઘટનાઓનો ચિતાર આપવામાં આવ્યો છે.
પ્રમુખ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
મંત્રી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ