પ્રજાસત્તાક દિન : ૨૦૨૨ : ધ્વજવંદન: ૨૬ જાન્યુઆરી ૨૦૨૨
26 January, 2022
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
પ્રજાસત્તાક દિન : ૨૦૨૨ : ધ્વજવંદન
તા. ૨૬-૦૧-૨૦૨૨ : બુધવાર : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી ૨૦૨૨, બુધવારે, સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં “વિચરતા સમુદાય સમર્થન મંચ”ના સ્થાપક શ્રી મિત્તલબેન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
મહેસાણા જીલ્લાના શંખલપુરના વતની શ્રી મિત્તલબેને પોતાના ગામની શાળામાંથી પ્રાથમિક શિક્ષણ લીધા પછી બી.એસ.સી. (ફીઝીકસ) સાથે સ્નાતક તથા પત્રકારત્વમાં અનુસ્નાતક અને કોમ્યુનિકેશન, જર્નાલિઝમ અને પબ્લિક રિલેશનમાં એમ.ફીલની પદવી મેળવેલી છે. મિત્તલબેને જેમનું કાયમી રહેઠાણ નિશ્વિત નથી તેવા વિચરતા-વિમુક્ત સમુદાયો સાથેની કામગીરી ૨૦૦૬થી શરૂ કરી હતી. વર્ષ ૨૦૧૦માં તેઓએ “વિચરતા સમુદાય સમર્થન મંચ” સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા તેઓ વિચરતી જાતિઓના વિવિધ સમુદાયોના પુનઃસ્થાપન, આર્થિક-સામાજિક સ્થિરતા, શિક્ષણ, આરોગ્ય, આવાસ, આજીવિકા, જાગૃતિ તથા વિકાસ માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ઉપરાંત આ સંસ્થા દ્વારા જળ વ્યવસ્થાપન, આપત્તિ રાહત સહાય અને પુનર્વસન, વાડિયા પુનર્વસન, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. તેમણે અનેક પરિવારોને રેશન કાર્ડ તથા મતદાર કાર્ડ કઢાવવા માટે પણ મદદ કરી છે. તેઓના આ ઉમદા કામ માટે તેમને ૨૦૧૮માં રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે ‘રાષ્ટ્રીય નારી શક્તિ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે બનેલા બોર્ડના સભ્ય તરીકે તેમની વરણી પણ કરવામાં આવી છે.
ધ્વજવંદનમાં આપને કોરોનાની ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે ભાગ લેવા નિમંત્રણ છે.
વર્તમાન રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટ બધા માટે ખુલ્લી નથી.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ