ગાંધી નિર્વાણ દિન: ૩૦ જાન્યુઆરી ૨૦૨૨
30 January, 2022
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી નિર્વાણ દિન : ૨૦૨૨
૩૦ જાન્યુઆરી ૨૦૨૨, રવિવાર ; સ્થળ : સાબરમતી આશ્રમ
સવારે : ૮-૩૦ થી ૯-૩૦ ; સ્થળ : હૃદયકુંજ
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન : અતિથિવિશેષ - ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણી
૭૪મા ગાંધી નિર્વાણદિન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨, રવિવારે સવારે ૮:૩૦ વાગે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષ ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણી પ્રાસંગિક સંબોધન કરશે.
ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણી છેલ્લાં ૧૫ વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવની અને હવે કુલનાયકની જવાબદારી નિભાવી રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વિકાસની સાથે સાથે ગાંધી વિચારના પ્રચાર-પ્રસાર માટેની ઉલ્લેખનીય કામગીરી તેમણે કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ કાર્યક્રમો જેમ કે, ઊર્જા સંરક્ષણ, પદયાત્રા, પ્રાકૃતિક ખેતી, સમૂહજીવન વગેરેને તેમના પ્રયત્નોથી વધુ વેગ મળ્યો છે. તેમણે કૃષિવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક તથા પી.એચ.ડી.કર્યું છે. કૃષિ સંશોધનોમાં તેમનું નામ જાણીતું છે. સુશીલ ટ્રસ્ટ, ગ્રામસેવા ટ્રસ્ટ, સ્વાવલંબન ટ્રસ્ટ, ગુજરાત કેળવણી પરિષદ, ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ, લોકભારતી વગેરે જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.
સર્વધર્મ પ્રાર્થના-પ્રવચનમાં આપને કોરોના ગાઈડલાઈન્સના નિયમોના પાલન સાથે ભાગ લેવા નિમંત્રણ છે.
સાબરમતી પ્રવચન શ્રેણી-૭ (ઓનલાઈન) ; સવારે : ૧૧-૦૦ થી ૧૨-૦૦
વક્તા : ડૉ. રૂકમણી બેનરજી
વિષય : Gandhi : A View from the Field
સાબરમતી પ્રવચન શ્રેણી અંતર્ગત શ્રી રૂકમણિ બેનરજી ઓનલાઈન પ્રવચન આપશે. આ પ્રવચનમાં નીચેની ઝૂમ લીંકથી જોડાઈ શકાશે.
https://us06web.zoom.us/j/88582040227?pwd=N1lYSmNFRFU3dmVhNFp2Nm9tMXRBQT09
Passcode: 130195
મૂળ બિહારના વતની શ્રી રૂકમણિ બેનરજી હાલમાં દિલ્હીમાં રહે છે. તેમણે દિલ્હી સ્કુલ ઓફ ઈકોનોમિકસમાંથી અર્થશાસ્ત્રની અને શિકાગો યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી મેળવી છે. તેઓ શિક્ષણ માટેની કામગીરી કરતી સંસ્થા ‘પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન’ના મુખ્ય પ્રબંધક છે. ‘પ્રથમ’ સંસ્થાના માધ્યમથી તેઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શિક્ષણ માટેની જાગૃતિ, સંશોધન અને પ્રચારનું વ્યાપકપણે કાર્ય કરી રહ્યાં છે. રાજ્ય સરકારો સાથે મળીને શિક્ષણ પ્રણાલીની રચના અંગે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૦૮માં મૌલાના અબુલ કલામ શિક્ષણ પુરસ્કાર મેળવનાર તે પ્રથમ વ્યક્તિ બન્યાં. શિક્ષણક્ષેત્રની વિશિષ્ઠ કામગીરી માટે તેમને વર્ષ ૨૦૨૧માં યિદાન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ શિક્ષણને લગતા લેખો નિયમિત રીતે અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખતા રહે છે. બાળકો માટેની વાર્તાઓ લખવી તેઓને ખૂબ ગમે છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ