ગાંધી જયંતિ : આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર ૨૦૨૧
02 October, 2021
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨૦૨૧
૨ ઓક્ટોબર ૨૦૨૧, શનિવાર; સ્થળ : સાબરમતી આશ્રમ
અતિથિવિશેષ : શ્રી ઇલાબહેન ભટ્ટ
સવારે : ૮-૩૦ થી ૯-૩૦ સ્થળ : હૃદયકુંજ
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન
ગાંધીજયંતી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૧, શનિવારે સવારે ૮:૩૦ વાગે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષ શ્રી ઈલાબહેન ભટ્ટ પ્રાસંગિક સંબોધન કરશે.
ગાંધીવિચારના પરિવારમાં ઉછરેલાં શ્રી ઈલાબહેને તળભૂમિના સમાજ સાથેના જીવંત સંપર્કના ફળરૂપે ‘સેવા’ સંસ્થાની સ્થાપના કરી. આ જગવિખ્યાત સંસ્થા દ્વારા મહિલાશક્તિની જાગૃતિ, સંગઠન તથા તેના સંવર્ધનમાં તેઓનું અદકેરું પ્રદાન છે. ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ અને ‘પદ્મભૂષણ’થી સન્માનિત એવાં ઇલાબહેનને રેમન મેગ્સેસે એવોર્ડ, રાઈટ લાઇવલીહુડ એવોર્ડ, શાંતિ પુરસ્કાર જેવાં અનેક સન્માન મળ્યાં છે. દેશ-વિદેશની અનેક યુનીવર્સિટીની માનદ ડોકટરેટની પદવીઓ પણ તેમને એનાયત કરવામાં આવી છે. તેઓ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટનાં અધ્યક્ષ તથા ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ છે.
સવારે કાર્યક્રમ
૮-૩૦ સર્વધર્મ પ્રાર્થના.
૯-૦૦ શ્રી ઇલાબહેન ભટ્ટનું સંબોધન.
૯-૩૦ સમાપન.
સાંજે : ૫-૩૦ થી ૭-૦૦ સ્થળ : આશ્રમ પ્રાંગણ
નરસિંહ સે ગાંધી તક... સંગીત યાત્રાનો પ્રારંભ તથા પુસ્તક લોકાર્પણ
વિશ્વગ્રામ’ સંસ્થા દ્વારા આયોજિત અમદાવાદથી જૂનાગઢ સુધીની “નરસિંહ સે ગાંધી તક...” સંગીત યાત્રાનો પ્રારંભ સાબરમતી આશ્રમથી થશે. જેમાં...
૧. કાશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર અહમદ ગનાઈ દ્વારા ‘વૈષ્ણવજન’ ભજન કશ્મીરી ભાષામાં ગવાશે.
૨. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નું કશ્મીરી અને બોડો ભાષામાં લોકાર્પણ થશે.
૩. વિનોબાએ કાશ્મીરમાં કરેલ સંવાદનું પુસ્તક ‘મોહબ્બત કા પયગામ’નું ગુજરાતી ભાષામાં લોકાર્પણ થશે.
ઉપરોક્ત કાર્યક્રમોમાં આપને કોરોનાની ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
જયેશભાઈ આશ્રમવાસી પરિવાર અમૃત મોદી
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ