સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૨ : ધ્વજવંદન
15 August, 2022
![સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૨ : ધ્વજવંદન સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૨ : ધ્વજવંદન](https://gandhiashramsabarmati.org/images/ashramevents/eventimages/hk_1579586753_1643007492_1660304874.jpg)
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૨ : ધ્વજવંદન
તા. ૧૫-૦૮-૨૦૨૨ : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
ભાઈશ્રી/બહેનશ્રી,
ભારતના સ્વાતંત્ર્ય દિન તા. ૧૫-૦૮-૨૦૨૨, સોમવારે સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં સામાજિક કાર્યકર્તા શ્રી રાજેશભાઈ ભટ્ટના હસ્તે ધ્વજવંદન થશે.
શ્રી રાજેશભાઈનો મહાત્મા ગાંધીજીના અંતેવાસી પંડિત ખરેના પરિવાર સાથે કૌટુંબિક નાતો છે, તથા ગાંધીજનો સાથેનો સંપર્ક રહ્યો છે. દેશમાં તેમજ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અધ્યયન-અધ્યાપન કાર્ય કરીને છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ સામાજિક વિકાસના ક્ષેત્રે કાર્યરત છે. અમદાવાદની જાણીતી સ્વૈચ્છિક સંસ્થા “સ્ટડી એકશન ગ્રુપ (ASAG)”નું ૨૩ વર્ષ સુધી નેતૃત્વ કર્યું છે. હાલમાં તેઓ “AWARE (Action with awareness regarding Education) ફાઉન્ડેશન” તથા સ્વપથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે
ગુજરાતના વંચિત વિસ્તારોમાં બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય, પુનર્વસન, કુદરતી આફત વ્યવસ્થાપન, આવાસ તથા બાળ અધિકાર તેમજ પંચાયતી રાજના ક્ષેત્રોમાં તેઓ નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત રહ્યા છે. તેઓ પ્રકૃતિપ્રેમી છે, ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવે છે અને સારા ફોટોગ્રાફર પણ છે.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ