ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી મણિલાલ પટેલ
૧૯૫૫માં ચાણસ્મામાં જન્મેલા શ્રી મણિલાલભાઈએ વાણિજ્યના સ્નાતક થયા પછી પત્રકારત્વ અને પ્રકાશનનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત ‘મજૂર મહાજન સંઘ’માં જોડાયા અને તેના મુખપત્ર, અર્ધસાપ્તાહિક ‘મજૂર સંદેશ’નું વીસ વરસ સુધી સંપાદન કર્યું. ૧૯૮૮માં તેમણે ગ્રામલક્ષી પત્રકારત્વને કેન્દ્રસ્થાને રાખતું સામયિક ‘ગ્રામગર્જના’ શરૂ કર્યું અને લગભગ સાડા ત્રણ દાયકા સુધી ચલાવ્યું.
પત્રકારત્વની વિવિધ સંસ્થાઓમાં અધ્યાપન કાર્યની સાથે વખતોવખત સંકળાયેલા શ્રી મણિલાલ પટેલ ‘દિવ્ય ભાસ્કર’ના સંપાદકીય સલાહકાર રહ્યા અને વિવિધ દૈનિકોમાં કટારલેખન પણ કર્યું. હાલમાં તેમની કટાર ‘ઘટના અને ઘટન’ નામથી ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિમાં પ્રગટ થાય છે. ‘નવજીવન ટ્રસ્ટ’ સહિતની ઘણી સંસ્થાઓમાં તે પરામર્શક તરીકે પણ જોડાયેલા છે. ‘સરદાર કથા’ દ્વારા તેમણે સરદાર પટેલ વિશેની ગેરસમજણો દૂર કરીને સાચી વિગતો જનસામાન્ય સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો છે.