ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર ૨૦૨૩
02 October, 2023
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર, ૨૦૨૩
અતિથિવિશેષ : ડૉ. ઉષાબહેન ઠક્કર
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન
સવારે ૮-૩૦ થી ૧૦:૦૦ કલાકે, સ્થળ : હૃદયકુંજ
ગાંધીજયંતી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૩, સોમવારે સવારે ૮-૩૦ કલાકે સાબરમતી આશ્રમમાં મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયના પ્રમુખ શ્રી ઉષાબહેન ઠક્કરના સાન્નિધ્યમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષનું પ્રાસંગિક પ્રવચન થશે.
આ કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : ડૉ. ઉષાબહેન ઠક્કર
શ્રી ઉષાબહેન ઠક્કર મણિભવન ગાંધી સંગ્રહાલયના અધ્યક્ષ છે. તેઓ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, મુંબઈના રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને પ્રમુખ તરીકે સેવાનિવૃત્ત થયા છે. તેમણે શિકાગો યુનિવર્સિટી, કોર્નેલ યુનિવર્સિટી અને કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાંથી ફેલોશીપ મેળવીને પોસ્ટ ડૉક્ટરલ સંશોધન કાર્ય કર્યું છે. તેઓ શેફિલ્ડ સિટી પોલીટેકનિક, અમેરિકામાં વિઝીટિંગ ફેલો રહ્યાં છે. મુંબઈની એશિયાટિક સોસાયટીએ તેમને માનદ ફેલોશિપ આપી છે. તેઓ એશિયાટિક સોસાયટી, મુંબઈ અને રાજસ્થાનની વનસ્થલી વિદ્યાપીઠના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યાં છે. ગાંધીવિચાર, નારી અધ્યયન અને ભારતીય રાજનીતિ એ તેમનાં અભ્યાસ ક્ષેત્રો છે. તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પોતાનાં સંશોધનપત્રો પ્રસ્તુત કર્યા છે અને અનેક પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રદાન કર્યું છે. તેમનાં પુસ્તક પ્રકાશનોમાં કોંગ્રેસ રેડિયો, ગાંધી ઇન બોમ્બે: ટોવર્ડ સ્વરાજ; અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી; ગાંધીઅન્સ કન્વર્ઝેશન વિથ ફ્રેડ જે. બ્લમ; વિલિયમ આર્સ્કાઈન; વુમન ઇન ઇન્ડિયન સોસાયટી, ઝીરો પોઈન્ટ બોમ્બે, કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને ઘૂંઘટ કા પટ ખોલ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. એન.સી.ઈ.આર.ટી.ની રિજનલ કમિટીમાં તથા આકાશવાણીની સલાહકાર સમિતિમાં પણ કામ કર્યું છે.