સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૫ : ધ્વજવંદન
15 August, 2025

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૫ : ધ્વજવંદન
તા. ૧૫-૦૮-૨૦૨૫ : સવારે ૮-૩૦ કલાકે : ગાંધી આશ્રમ
ભાઈશ્રી/બહેનશ્રી,
ભારતના સ્વાતંત્ર્ય દિન તા. ૧૫-૦૮-૨૦૨૫, શુક્રવારે સવારે ૮-૩૦ કલાકે, નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કપિલભાઈ રાવલના હસ્તે સાબરમતી આશ્રમમાં ધ્વજવંદન થશે.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી કપિલભાઈ રાવલ
શ્રી કપિલભાઈ રાવલ છેલ્લાં ૩૮ વર્ષથી મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટમાં કાર્યરત છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.કોમ., એલ.એલ.બી. અને ડી.ટી.પી.નો અભ્યાસ કરીને તેઓ નવજીવન ટ્રસ્ટમાં સેલ્સ મેનેજર તરીકે વર્ષ ૧૯૮૭માં જોડાયા હતા. વર્ષ ૨૦૦૯માં નિવૃત્ત થયા પછી પણ નવજીવન સાથે તેઓ જોડાયેલા રહ્યા. ૨૦૧૧માં નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમની નીમણૂક કરવામાં આવી. નવજીવનમાં રહીને તેઓ ગાંધી સાહિત્યના પ્રચાર-પ્રસારમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ગાંધીજીની આત્મકથાનું ભારતની પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશન કરવામાં તથા ભારતના ખૂણે-ખૂણા સુધી આત્મકથા પહોચાડવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. નવજીવન પાસેના ગાંધીજીના લખાણોના કૉપીરાઈટ્સને લગતું તમામ કામ તેઓ સંભાળી રહ્યા છે. પ્રૌઢ શિક્ષણ ઝુંબેશ વખતે પ્રૌઢ શિક્ષણ માટેના સાહિત્યના પ્રકાશન, મુદ્રણ તથા ગુજરાતના ગામડે ગામડે આ સાહિત્ય વિતરણ માટેના કામની તમામ જવાબદારી તેમણે સંભાળી હતી. નવજીવનની વર્તમાન નવીન પ્રવૃત્તિઓમાં પણ તેઓ સંપૂર્ણ સાથ-સહકાર આપી રહ્યા છે.