સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૬ : ધ્વજવંદન
15 August, 2026
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૬ : ધ્વજવંદન
તા. ૧૫-૦૮-૨૦૨૬ : સવારે ૮-૩૦ કલાકે : ગાંધી આશ્રમ
ભાઈશ્રી/બહેનશ્રી,
ભારતના સ્વાતંત્ર્ય દિન તા. ૧૫-૦૮-૨૦૨૬, શનિવારે સવારે ૮-૩૦ કલાકે, ભારતીય સમુદાય શિક્ષણ સંઘના અધ્યક્ષા ડૉ. મંદાબેન પરીખના હસ્તે સાબરમતી આશ્રમમાં ધ્વજવંદન થશે.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : ડૉ. મંદાબેન પરીખ
ડૉ. મંદાબેન પરીખ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ્, સમાજસેવિકા અને ગ્રામ વિકાસ ક્ષેત્રે સમર્પિત કાર્યકર છે. તેઓ ઉત્તમ કેળવણીકાર, અને ગાંધીવાદી સ્વ. શ્રી રામલાલભાઈ પરીખના પુત્રી છે. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી સમાજ વિદ્યા વિશારદ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ રુરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ઉપરાંત ઇન્ડિયન સોસાયટી ફોર કમ્યુનિટી એજ્યુકેશન, યુવક વિકાસ ટ્રસ્ટ તથા ઇન્ડિયન સોસાયટી ફોર પોપ્યુલેશન એજ્યુકેશન જેવી અગ્રણી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે અગાઉ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટના સભ્ય, નવગુજરાત કોલેજ, અમદાવાદમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક, પ્રણવ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસિસ પ્રા. લિ.ના ડિરેક્ટર તેમજ ગુજરાત કાઉન્સિલ ફોર એન્ડ ઑફ હંગર - ધ હંગર પ્રોજેક્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. શિક્ષણ, ગ્રામ વિકાસ, સમુદાય શિક્ષણ, મહિલા સશક્તિકરણ, શાંતિ અને માનવકલ્યાણના ક્ષેત્રોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તેમના જ્ઞાન, અનુભવ અને સમાજસેવાના ભાવને અનેક સંસ્થાઓ અને સમાજજીવનમાં વિશેષ માન્યતા પ્રાપ્ત થઈ છે. જ્ઞાન, સેવા અને સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.

