Programme of 26th January, 2018
24 January, 2018
પ્રજાસત્તાક દિન : ૨૦૧૮ : ધ્વજવંદન
૨૬-૦૧-૨૦૧૮ : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
૨૬ જાન્યુઆરી ૨૦૧૮, શુક્રવારે સવારે ૮-૩૦ વાગે, સાબરમતી આશ્રમમાં પ્રજાસત્તાક દિને આઈ.આઈ.એમ.ના પ્રાધ્યાપક પ્રો. અનિલભાઈ ગુપ્તાના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
પ્રો. અનિલભાઈ ગુપ્તા આઈ.આઈ.એમ. અમદાવાદમાં કૃષિવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. તેઓ ‘સૃષ્ટિ’ સંસ્થાના સંયોજક, ‘હની બી નેટવર્ક’ સંસ્થાના સ્થાપક તથા ‘નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન’ના અધ્યક્ષ છે. & આ ઉપરાંત તેઓ અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓને વર્ષ ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. & આ કાર્યક્રમમાં આપને ભાગ લેવા નિમંત્રણ છે.