શ્રી ભરતભાઈ ગુજરાતના પ્રખર ગાંધીજન તથા કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટના પુત્ર છે. લેખક, અધ્યાપક, વિવેચક એવા શ્રી ભરતભાઈનો જન્મ ભાવનગરમાં થયો હતો. ગ્રામદક્ષિણામૂર્તિ, લોકભારતી, ગૂજરાત વિદ્યાપીઠ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૬૨ થી ૧૯૬૬ના ગાળામાં લોકભારતી તથા ઘરશાળા(ભાવનગર)ના અધ્યાપન મંદિરોમાં શિક્ષક રહ્યા. પછીથી ભાવનગરની કોલેજમાં ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે તથા ૧૯૭૧થી લોકભારતીમાં ગુજરાતી તથા ઈતિહાસ વિષયના અધ્યાપક તરીકે કામ કર્યું. અનેક સામયિકો તથા વર્તમાનપત્રોમાં તેમના વિવેચનલેખો, ચરિત્રલેખો, સંસ્મરણો અને નવલિકાઓ છપાયાં છે. પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોમાં પણ તેમના લખાણો છે.
ધ્વજવંદન પછી ગાંધી આશ્રમ સિનીયર સિટીજન પરિવાર દ્વારા પ્રકાશિત ‘ગાંધી આશ્રમ ટેલી દર્પણ’ પુસ્તકનું શ્રી ભરતભાઈ ભટ્ટના હસ્તે વિમોચન થશે.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
જયેશભાઈ પ્રમુખ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
અમૃત મોદી મંત્રી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ