પ્રજાસત્તાક દિન : ૨૬ જાન્યુઆરી,૨૦૨૦ : ધ્વજવંદન
26 January, 2020
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
પ્રજાસત્તાક દિન : ૨૦૨૦ : ધ્વજવંદન
તા. ૨૬-૦૧-૨૦૨૦ : રવિવાર : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
૨૬ જાન્યુઆરી ૨૦૨૦, રવિવારે, સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં પ્રજાસત્તાક દિને કર્મશીલ સાહિત્યકાર શ્રી ચંદુભાઈ મહેરિયાના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
લેખક, સંપાદક, સંશોધક શ્રી ચંદુભાઈએ ‘દલિત અધિકાર’ (પાક્ષિક) દ્વારા નોંધપાત્ર કામગીરી કરી છે. ત્યાર પહેલાં તેઓ ‘ભીમરાવ વિદ્યાર્થી સંઘ’ અને ‘અધિકાર’ સંસ્થા મારફતે ડૉ. આંબેડકરના ગ્રંથો, દલિત સમસ્યા અને દલિત સાહિત્ય વિશેની વિચાર ગોષ્ઠીઓનું આયોજન કરતા રહ્યા છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ દલિત સાહિત્ય, દલિત આંદોલનો તથા જાહેર જીવન સાથે સંકળાયેલા છે. નયા માર્ગ, નિરીક્ષક, ભૂમિપુત્ર, દલિત અધિકાર, સાર્થક જલસો, આરપાર, સમાજમિત્ર, દલિતશક્તિ વગેરે સામયિકોમાં તથા ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’ વર્તમાનપત્રોની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં તેમનાં લખાણ આવ્યાં છે - આવે છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદ અધિવેશન અને જ્ઞાનસત્રની બેઠકોમાં અધ્યક્ષ રહી ચૂક્યા છે.
આ કાર્યક્રમમાં આપને ભાગ લેવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ