Programme of 30th January, 2020: Gandhi Death Anniversary
30 January, 2020
Gandhi Death Anniversary
30th January 2020, Thursday, at Sabarmati Ashram
Chief Guest: Shri Sudhir Chandra
On the occasion of the 72nd Death Anniversary of Mahatma Gandhi, We invite you along with your family, friends and colleagues to participate in the programmes.
Prayer Meeting : Time - 8:30 am to 9:30 am : Venue - Hridaykunj
8:30 am All Religion Prayer.
9:05 am Introduction: Chief Guest Shri Sudhir Chandra
6th Sabarmati Lecture by Shri Sudhir Chandra
Time: 10-00 to 11-00 am : Venue - Gandhi Smarak Sangrahalaya
Topic: “गाँधी और हम आज” (Gandhi & We Today)
Language: Hindi
Shri Sudhir Chandra is a renowned historian. Author of Gandhi: Ek Asambhav Sambhavana, Sudhir Chandra has been associated with a large number of academic institutions in India and abroad. These include the Aligarh Muslim University, Banaras Hindu University, Jamia Millia Islamia, Mizoram University, Centre for Social Studies, Surat, Centre for the Study of Developing Societies, Delhi, Indian Institute of Advanced Study, Simla, Nehru Memorial Museum & Library, Melbourne University, Cornell University, University of Chicago, Tokyo University of Foreign Studies, Bellagio Study and Conference Centre, Maison des Sciences de l’Homme, Paris, Institute of Advanced Study, Nantes (France), Institute for Advanced Studies in the Humanities, Edinburgh, and the South Asia Centre of the Heidelberg University. His books in English include Gandhi: An Impossible Possibility (Routledge), The Oppressive Present: Literature and Social Consciousness in Colonial India (Routledge), Enslaved Daughters: Colonialism, Law and Women’s Rights (Oxford University Press), and Dependence and Disillusionment: Emergence of National Consciousness in Later 19th Century India (Oxford University Press). His Bhupen Khakhar: Ek Antarang Sansmaran has just come out. Currently he is a Corresponding Fellow of Sabarmati Ashram & the Nantes Institute of Advanced Study.
You are cordially invited.
Amrut Modi Ashram Parivar Jayesh Patel
Sabarmati Ashram Preservation Memorial Trust Sabarmati Harijan Ashram Trust
ગાંધી નિર્વાણ દિન
૩૦ જાન્યુઆરી ૨૦૨૦, ગુરૂવાર, સ્થળ : સાબરમતી આશ્રમ
અતિથિવિશેષ : શ્રી સુધીર ચંદ્ર
૭૨મા ગાંધી નિર્વાણદિન તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦, ગુરૂવારે સાબરમતી આશ્રમમાં યોજાનાર કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
૦૮-૩૦ સવારે સર્વધર્મ પ્રાર્થના.
૦૯-૦૫ સવારે પ્રાસંગિક પ્રવચન : અતિથિવિશેષ શ્રી સુધીર ચંદ્ર સ્થળ: હૃદયકુંજ
સાબરમતી પ્રવચન શ્રેણી-૬
સમય: ૧૦-૦૦ સવારે : સ્થળ : ગાંધી સંગ્રહાલય
વક્તા : શ્રી સુધીર ચંદ્રા
વિષય : “गाँधी और हम आज”
શ્રી સુધીર ચંદ્ર
ખ્શ્રી સુધીર ચંદ્ર એક ખ્યાતનામ ઇતિહાસકાર છે. કોલેજકાળ તથા અધ્યાપન કાળની શરૂઆતથી ગાંધીજી વિષે જિજ્ઞાસુ અને અભ્યાસુ રહ્યા છે. શ્રી સુધીર ચંદ્ર દેશ-વિદેશની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમાં અલીગઢ મુસ્લીમ યુનિવર્સીટી, બનારસ હિંદુ યુનિવર્સીટી, જામિયા મિલિયા ઇસ્લામિયા, મિઝોરમ યુનિવર્સીટી, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, સુરત, સી. એસ. ડી. એસ., દિલ્હી, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી, સિમલા, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી, મેલબોર્ન યુનિવર્સીટી, કોર્નેલ યુનિવર્સીટી, યુનિવર્સીટી ઓફ શિકાગો, ટોકિયો યુનિવર્સીટી ઓફ ફોરેન સ્ટડીઝ, ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ ફ્રાંસ, ઇન્સ્ટીટયુટ ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન ધ હ્યુમેનીટીઝ, એડીનબર્ગ અને ધ સાઉથ એશિયા સેન્ટર ઓફ ધ હેડેલબર્ગ યુનિવર્સીટી વગેરેનો સમાવેશ થાય છે. વર્ષોથી તેઓ આધુનિક ભારતીય સામાજિક ચેતનાના વિભિન્ન મુદ્દાઓનું અધ્યયન કરતા રહ્યા છે. ગાંધી : એન ઈમ્પોસીબલ પોસિબિલીટી અંગ્રેજી પુસ્તક ગુજરાતી અને હિન્દીમાં અનુવાદિત થયું છે. આ ઉપરાંત ધ ઓપ્રેસીવ પ્રેઝન્ટ : લીટરેચર એન્ડ સોશિયલ કોન્શસનેસ ઇન કોલોનિયલ ઇન્ડિયા, એન્સ્લેવ્ડ ડોટર્સ : કોલોનિયલિઝ્મ, લૉ એન્ડ વિમેન્સ રાઈટ્સ તથા ડિપેન્ડન્સ એન્ડ ડિસઇલ્યુઝનમેંટ: ઈમર્જન્સ ઓફ નેશનલ કોન્શસનેસ ઇન લૅટર નાઈન્ટીન્થ સેન્ચ્યુરી ઇન્ડિયા વગેરે પુસ્તકો અંગ્રેજીમાં તથા હિંદુ-હિન્દુત્વ-હિન્દુસ્તાન, ગાંધી કે દેશમેં વગેરે પુસ્તકો હિન્દીમાં પ્રકાશિત થયા છે. તેમનું પુસ્તક ભૂપેન ખખ્ખર : એક અંતરંગ સંસ્મરણ તાજેતરમાં પ્રકાશિત થયું છે. હાલમાં તેઓ સાબરમતી આશ્રમ અને નેન્ટેસ ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીમાં ફેલો તરીકે સંકળાયેલા છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ