ગાંધી જયંતિ : આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર ૨૦૧૯
02 October, 2019
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી જયંતિ :
આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર ૨૦૧૯
સર્વધર્મ પ્રાર્થના : પ્રવચન સવારે ૮-૩૦ થી ૧૦-૦૦
ગાંધીજયંતી તા. ૨ ઓક્ટોબર ૨૦૧૯, બુધવારે, સવારે ૮-૩૦ વાગે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના-પ્રવચન થશે. સાબરમતી આશ્રમ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી-૧૫૦ નિમિત્તે બાળકોમાં ‘અહિંસા’ વિષયક સમજ કેળવાય અને ક્રમશઃ સંસ્કાર તરીકે પ્રસ્થાપિત થાય તે હેતુથી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ ગુજરાત સરકારના સહયોગથી ‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર’ સાથે સંલગ્ન રહીને ‘અહિંસા શીખીએ’ કાર્યક્રમ ચલાવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ૧૪ જિલ્લાઓની ૩૦૦ પ્રાથમિક શાળાના ૩૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરેલા જીલ્લાની પસંદગીની શાળાઓના ૯૦૦ જેટલા બાળકો અને શિક્ષકોને ગાંધી આશ્રમ ખાતેના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ દિવસે બાળકો દ્વારા પ્રાસંગિક વક્તવ્ય અને વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખા :
- સર્વધર્મ પ્રાર્થના.
- આવકાર અને પ્રાસંગિક ઉદ્દબોધન.
- ‘અહિંસા શીખીએ’ કાર્યક્રમની ભૂમિકા.
- શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય.
- ગાંધીજી અને અહિંસા
- ગાંધીજી અને સ્વચ્છતા
- ગાંધીજી અને ટકાઉપણું
- આભારદર્શન.
ઉપરોક્ત કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
નિમંત્રક
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ