પ્રજાસત્તાક દિન : ૨૦૨૧ : ધ્વજવંદન
26 January, 2021
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
પ્રજાસત્તાક દિન : ૨૦૨૧ : ધ્વજવંદન
તા. ૨૬-૦૧-૨૦૨૧ : મંગળવાર : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
૨૬ જાન્યુઆરી ૨૦૨૧, મંગળવારે, સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં પ્રજાસત્તાક દિને હૃદયરોગના લબ્ધપ્રતિષ્ઠ નિષ્ણાત અને પ્રાધ્યાપક એવા ડૉ. રમેશભાઈ કાપડિયાના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
ડો. રમેશ કાપડિયા, એમ.આર.સી.પી. (કાર્ડિયોલોજી) એફ.આર.સી.પી. (એડિન)નો જન્મ વલસાડમાં ૧૯૩૪ની ૨૬મી ઓકટોબરે થયો હતો. એમણે શિક્ષણ દેશમાં તેમજ વિદેશમાં લીધું છે. તેઓ હૃદયરોગના નિષ્ણાત, સફળ પ્રાધ્યાપક અને ડૉક્ટર છે, એટલું જ નહીં પણ એમનામાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો અદ્ભૂત સમન્વય થયો છે. તેઓ ૧૯૯૧ની ગાંધીજયંતીથી અમદાવાદમાં ‘યુનિવર્સલ હીલિંગ’ના કાર્યક્રમનું સંચાલન કરે છે. જેનો આરંભ સાબરમતી આશ્રમમાં કર્યો હતો.
રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ, એડિનબરોએ એમના પ્રતિષ્ઠિત જનરલમાં યુનિવર્સલ હીલિંગની-હૃદય રોગની-ચિકિત્સા વિશે ડૉ. કાપડિયાનો સંશોધન લેખ પ્રગટ કર્યો છે. એમની તબીબી સેવાઓ માટે યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશને પણ તેમને નામાંકિત ‘અશોક ગોંધિયા એવોર્ડ’થી સન્માનિત કર્યાં છે. યુનિવર્સલ હીલિંગ’ના કાર્યક્રમ વિશે ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં તેમણે ૧૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે.
ધ્વજવંદનમાં આપને ભાગ લેવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ