સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૧ : ધ્વજવંદન
15 August, 2021
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૧ : ધ્વજવંદન
તા. ૧૫-૦૮-૨૦૨૧ : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
ભાઈશ્રી/બહેનશ્રી,
ભારતના સ્વાતંત્ર્ય દિન તા. ૧૫-૦૮-૨૦૨૧, રવિવારે સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં શ્રી ઉષાબહેન પંડિતના હસ્તે ધ્વજવંદન થશે.
અમદાવાદના ગુલબાઈ ટેકરે આવેલા પંકજ વિદ્યાલયનાં આચાર્ય શ્રી ઉષાબહેન એક સમર્થ શિક્ષક છે. શિક્ષકોનાંયે શિક્ષક છે. એમની બી.એડ.કોલેજ, પંકજ વિદ્યાલય, માયાદેવી ઉ.બુ.વિદ્યાલય વગેરે શિક્ષણ સંસ્થાઓ વિદ્યાધામ થયાં છે.
શિક્ષણકાર્યની સાથે ગાંધી-વિનોબા પ્રેરિત સર્વોદય પ્રવૃત્તિઓમાં પણ ઉષાબહેન સક્રિય રહ્યાં છે. નિવૃત્તિ પછી સર્વોદય કાર્યોમાં વધુ પ્રવૃત્ત થયાં છે. અમદાવાદ શહેર ઉપરાંત દહેગામ તાલુકાનાં ગામડાંમાં એ રચનાત્મક કામો, સર્વોદય પ્રવૃત્તિઓ તથા અન્યાય-નિવારણના કામો કરતાં રહ્યાં છે. એટલે સત્યાગ્રહો કરવાના પ્રસંગો પણ આવતા રહ્યા છે.
વ્યાપક ક્ષેત્રમાં કામ કરવાની કુશળતા ધરાવતાં ઉષાબહેનને અખિલ ભારત સર્વ સેવા સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંયોજક ઉપરાંત સ્ત્રી-શક્તિ જાગૃતિના કામોની જવાબદારી પણ સોંપાઈ હતી. ગુજરાત બહાર ભારતભરમાં વિવિધ પ્રવૃત્તિઓની જવાબદારી એમણે વહન કરી છે. વાંચનના જબરા શોખીન ઉષાબહેન સારાં વક્તા પણ છે.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ