પ્રજાસત્તાક દિન : ૨૦૨૩ : ધ્વજવંદન
26 January, 2023
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
પ્રજાસત્તાક દિન : ૨૦૨૩ : ધ્વજવંદન
તા. ૨૬-૦૧-૨૦૨૩ : ગુરૂવાર : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી ૨૦૨૩, ગુરૂવારે, સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં મહેસાણા સ્થિત “વિશ્વગ્રામ” સંસ્થાના સ્થાપક શ્રી સંજયભાઈ ભાવસારના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી અર્થઉપાર્જનની કોઈ પ્રવૃત્તિ કરવાને બદલે માતૃભૂમિના ગામડાના છેવાડાના માણસો માટે સમર્પિત થઈને ગામડામાં રહીને જીવન સમર્પિત કરવાના વિચારે શ્રી સંજયભાઈએ વર્ષ ૧૯૯૩માં વિશ્વગ્રામની સ્થાપના કરી. સંજયભાઈ એટલે જ વિશ્વગ્રામ. વિશ્વગ્રામના વિવિધ ક્ષેત્રો જેવા કે, સ્નેહગ્રામ, યુવાગ્રામ, કિતાબગ્રામ, કરુણાગ્રામ અને શાંતિગ્રામ જેવા કાર્યક્રમો થકી તેઓ સમાજને સુંદર બનાવવા માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે.
અનાથ બાળકો માટેની રહેવા-જમવા-ભણવાની સુવિધા, યુવક-યુવતીઓ માટેની શિક્ષણ શિબિરો, સાહિત્યના પ્રચાર-પ્રસાર થકી આજની યુવા-પેઢીને વાંચન તરફ લઇ જવાની પ્રવૃત્તિ, ધરતીકંપ, સુનામી, પૂર વગેરે કુદરતી આફતોમાં રાહત-સામગ્રી તથા અન્ય સુવિધાઓ, મદદ પહોંચાડવાની કામગીરી ઉપરાંત કોમી એકતા માટેની વિવિધ પ્રવૃત્તિઓ વિશ્વગ્રામના માધ્યમથી તેઓ કરી રહ્યા છે. હાલમાં તેઓની કાશ્મીરમાં ચાલતી શિક્ષણ, આરોગ્ય,સંસ્કૃતિ, આજીવિકા વગેરે માટેની કામગીરી ઉલ્લેખનીય છે.
વિશ્વગ્રામને સંતબાલ એવોર્ડ, અશોક ગોંધિયા એવોર્ડ, ધરતી રત્ન એવોર્ડ, સમાજ ઉત્કર્ષ એવોર્ડ, ગાંધી મિત્ર એવોર્ડ વગેરે જેવાં સન્માન વિશ્વગ્રામને મળ્યાં છે.
ધ્વજવંદનમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ