ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર ૨૦૨૨
02 September, 2022
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી જયંતિ: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : ૨ ઓક્ટોબર, ૨૦૨૨
અતિથિવિશેષ : શ્રી આરીફ મોહમ્મદ ખાન, માન. રાજ્યપાલશ્રી (કેરળ)
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન
સવારે ૮-૩૦ થી ૯-૩૦ કલાકે, સ્થળ : હૃદયકુંજ
ગાંધીજયંતી તા. ૨ ઓક્ટોબર ૨૦૨૨, રવિવારે સવારે ૮-૩૦ કલાકે સાબરમતી આશ્રમમાં કેરળના માનનીય રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાનના સાન્નિધ્યમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષશ્રીનું પ્રાસંગિક પ્રવચન થશે.
સાબરમતી પ્રવચન શ્રેણી : ૮
સવારે ૧૦-૧૫ થી ૧૧-૦૦ કલાકે, સ્થળ : ગાંધી સ્મારક સંગ્રહાલય
- વક્તા : શ્રી આરીફ મોહમ્મદ ખાન, માન. રાજ્યપાલશ્રી, કેરળ.
- વિષય : “सबका भारत - महात्मा गांधीजी की नजरों से”
ઉપરોક્ત કાર્યક્રમોમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
માન. શ્રી આરીફ મોહમ્મદ ખાન
સમાજ હિતચિંતક, સામાજિક ન્યાયના આગ્રહી તથા ઇસ્લામના ઊંડા અભ્યાસી એવા શ્રી આરીફ મોહમ્મદ ખાન હાલ કેરળના રાજ્યપાલશ્રી છે. ૧૯૫૧ની ૧૮ નવેમ્બરે બુલંદ શહેરમાં જન્મેલા શ્રી આરીફ મોહમ્મદ ખાન અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને લખનૌ યુનિવર્સિટીમાંથી કાયદાની પદવી ધરાવે છે.
પ્રતિષ્ઠિત રાજનેતા શ્રી આરીફ ખાને ૧૯૮૩ થી ૧૯૯૦ દરમિયાન કેન્દ્ર સરકારમાં કૃષિ, ઊર્જા, નાગરિક ઉડ્ડયન અને ગૃહ વિભાગના મંત્રીનો કાર્યભાર જુદા જુદા વખતે સંભાળ્યો હતો. મુસ્લિમ મહિલાઓના અધિકારોના રક્ષણ માટે, શાહબાનો કેસ વખતે, ૧૯૮૬માં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી એમણે રાજીનામું આપ્યું હતું. પક્ષીય અને સત્તાના રાજકારણ વચ્ચે પણ આરીફ ખાનના જીવનમાં સત્ય, સિધ્ધાંત અને મૂલ્યનિષ્ઠાનો સમ્યક્ સમન્વય જોવા મળે છે.
વિદ્વતા અને વિનમ્રતા, કર્મઠતા અને ઋજુતા, સત્યનિષ્ઠા અને સંવેદનશીલતા, સંકલ્પબદ્ધતા અને પરિવર્તનશીલતા, વત્સલતા અને ન્યાયપ્રિયતા-આ બધા માનવીય ગુણોનું મૂર્તિમંત સ્વરૂપ યાને આરીફ મોહમ્મદ ખાન.
વાચનરસિયા સજ્જન, વિચારપ્રેરક લેખક, વિદ્યાવ્યાસંગી વિદ્વાન આરીફ ખાન નખશીખ સંસ્કારિતા અને કચડાયેલાં પ્રત્યે અદમ્ય અનુકંપા ધરાવે છે. હિંદુ-મુસ્લિમ એખલાસની ગાંધીજીની ધખના વિશેનાં એમનાં કેટલાંક નિરીક્ષણો તેમની સંવેદનાનાં દ્યોતક છે. ઈસ્લામ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ધરોહરના પ્રખર અભ્યાસી આરીફભાઈનું “ટેક્સ્ટ એન્ડ કોન્ટેક્સ્ટ-કુરાન એન્ડ કન્ટેમ્પરરી ચેલેન્જીસ” પુસ્તક ખૂબ ખ્યાતિ પામ્યું છે. ઇસ્લામ અને સૂફીવાદને લગતા એમનાં લેખો વખતોવખત પ્રકાશિત થતા રહે છે. ભગવદ્ ગીતા અને હિંદુ ધર્મ ગ્રંથોના પણ તેઓ ઊંડા અભ્યાસી છે.
साबरमती आश्रम संरक्षण और स्मारक ट्रस्ट
गांधी जयंती: अंतर्राष्ट्रीय अहिंसा दिवस: 2 अक्टूबर, 2022
अतिथिविशेष : श्री आरीफ मोहम्मद खान, मान. राज्यपालश्री (केरल)
सर्वधर्म प्रार्थना - प्रवचन
सुबह 8:30 से 9:30, स्थल : हृदयकुंज
गाँधीजयंती 2 अक्तूबर, 2022, रविवार सुबह 8:30 बजे साबरमती आश्रममें केरल के माननीय राज्यपाल श्री आरीफ मोहम्मद खान की उपस्थिति में सर्वधर्म प्रार्थना होगी | प्रार्थना के बाद अतिथिविशेषश्री प्रासंगिक प्रवचन करेंगे |
साबरमती प्रवचन श्रेणी – 8
सुबह 10:15 से 11:00, स्थल : गाँधी स्मारक संग्रहालय
- वक्ता : श्री आरीफ मोहम्मद खान, माननीय राज्यपाल, केरल
- विषय : “सबका भारत - महात्मा गांधीजी की नजरों से”
उपरोक्त कार्यक्रम में परिवारजन, सहयोगी एवं मित्रो के साथ सम्मिलित होने का निमंत्रण है |
अमृत मोदी आश्रमवासी परिवार जयेशभाई
साबरमती आश्रम सुरक्षा एवं स्मारक ट्रस्ट साबरमती हरिजन आश्रम ट्रस्ट
मान. श्री आरीफ मोहम्मद खान
सामाजिक हित के चिंतक, सामाजिक न्याय के आग्रही, इस्लाम के गहरे अभ्यासी श्री आरीफ मोहम्मद खान वर्तमान में केरल के राज्यपाल है | 18 नवम्बर, 1951 को बुलंद शहर में जन्मे श्री आरीफभाई ने अलीगढ मुस्लिम विश्वविद्यालय से स्नातक और लखनऊ विश्वविद्यालय से एल.एल.बी.की उपाधि प्राप्त की है |
प्रतिष्ठित राजनेता श्री आरिफ मोहम्मद खान ने 1983 से 1990 तक केंद्र सरकार के कृषि, ऊर्जा, नागरिक उड्डयन एवं गृह विभाग के मंत्री के रूप में कार्य किया है | उन्होंने 1986 में शाहबानो केस के मामले में, मुस्लिम महिलाओ के अधिकारों की सुरक्षा के लिए मंत्रीमंडल से इस्तीफा दे दिया था | पार्टी और सत्ता की राजनीति के बीच भी उनका जीवन सत्य, सिध्धांत एवं मूल्यो के सामंजस्यपूर्ण संयोजन को दर्शाता है |
विद्वता और शालीनता, कड़ी महेनत और इमानदारी, सत्यनिष्ठा और संवेदनशीलता, निर्णायकता और परिवर्तनशीलता, दया और न्यायप्रियता – ये सभी मानवीय गुण आरीफ मोहम्मद खान में निहित है |
एक उत्साही पाठक, विचारप्रेरक लेखक एवं विद्वान् आरीफ खानके मन में पिछड़े वर्गों के प्रति अदम्य करुणा है | हिन्दू-मुस्लिम एकता की गांधीजी की सद्दभावना के बारे में उनकी कुछ टिप्पणियाँ उनकी संवेदनशीलता का संकेत है | इस्लाम धर्म और भारतीय संस्कृति की विरासत के प्रखर अभ्यासी आरीफभाई की किताब “टेक्स्ट एंड कोन्टेक्स्ट-कुरान एंड कंटेम्पररी चेलेन्जिस” बहुत लोकप्रिय हुई है | इस्लाम और सूफीवाद के उनके लेख समय समय पर प्रकाशित होते रहते हैं | भगवद् गीता और हिन्दू धर्म ग्रंथो के भी आप गहरे अभ्यासी है|