ગાંધી નિર્વાણ દિન: ૩૦ જાન્યુઆરી ૨૦૨૪
30 January, 2024
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી નિર્વાણ દિન : ૨૦૨૪
૩૦ જાન્યુઆરી ૨૦૨3, મંગળવાર
સવારે : ૮-૩૦ થી ૯-૩૦ કલાકે; સ્થળ : હૃદયકુંજ
ગાંધી નિર્વાણદિન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪, મંગળવારે સવારે ૮:૩૦ વાગે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષ શ્રી રમેશભાઈ સંઘવી પ્રાસંગિક સંબોધન કરશે.
સર્વધર્મ પ્રાર્થના-પ્રવચનમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી રમેશભાઈ સંઘવી
કચ્છના રચનાત્મક અગ્રણી, કચ્છ ખાદી ગ્રામોદ્યોગની અનેકવિધ સંસ્થાઓના પ્રાણ, વાગડ વિસ્તારમાં શૈક્ષણિક, આર્થિક, સામાજિક પછાત પ્રજાના સર્વાંગી ઉત્કર્ષ માટે “ગ્રામ સ્વરાજ સંઘ”, નીલપર, તા. રાપરના સ્થાપક સ્વ. શ્રી મણીભાઈ સંઘવીના જ્યેષ્ઠ પુત્ર શ્રી રમેશભાઈ સંઘવી તેમના સેવાકાર્યોને આગળ ધપાવવા કચ્છસ્થ છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ગાંધીવિચાર પ્રેરિત સંસ્થાઓ, ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલા, લોકભારતી-સણોસરા અને ગૂજરાત વિદ્યાપીઠમાંથી મેળવ્યું. બે દાયકા કરતાં વધારે વર્ષનું અધ્યાપન કાર્ય કર્યું છે. આ દરમિયાન નઈ તાલીમ અને બુનિયાદી શિક્ષણ સંસ્થાઓમાં ઉત્તમ શિક્ષક તરીકે અને આવી સંસ્થાને અનુરૂપ કાર્યકર્તા નિર્માણનું કાર્ય પણ તેમણે કર્યું છે.
ઉત્તમ સાહિત્યના વિતરણ અને પ્રકાશન માટે તેમણે “અક્ષરભારતી”ની સ્થાપના કરી. રમેશભાઈ પાસે સહજ-સુંદર અભિવ્યક્તિની કળા છે. ૨૦૧૧થી રમેશભાઈએ “શાશ્વત ગાંધી” સામાયિકનો આરંભ કર્યો છે. રમેશભાઈ અને તેનો સમગ્ર પરિવાર ગાંધી-વિનોબા વિચારની ઊંડી સમજ અને નિસબત ધરાવે છે. તેઓ તળપદા ગ્રામનિર્માણના અનેક નક્કર કાર્યક્રમો કચ્છના અંતરિયાળ, છેવાડાના વિસ્તારમાં કરી રહ્યા છે. ગાંધી-૧૫૦ દરમ્યાન “શાશ્વત ગાંધી-પંચામૃત સંપુટ” તેમજ વિનોબા જીવનપ્રસાદ, વિનોબા ચિંતન પ્રસાદનું સુંદર સંપાદન-પ્રકાશન કરીને સુજ્ઞ વાંચકોને આપ્યા છે. હાલમાં તેઓ “ગ્રામસ્વરાજસંઘ”ના નેજા હેઠળ “ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર”માં સક્રિય છે.