ગાંધી નિર્વાણ દિન: ૩૦ જાન્યુઆરી ૨૦૨૩
30 January, 2023
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી નિર્વાણ દિન : ૨૦૨૩
૩૦ જાન્યુઆરી ૨૦૨3, સોમવાર ; સ્થળ : સાબરમતી આશ્રમ
સવારે : ૮-૩૦ થી ૯-૩૦ ; સ્થળ : હૃદયકુંજ
સર્વધર્મ પ્રાર્થના - પ્રવચન : અતિથિવિશેષ : શ્રી સોનલબેન પરીખ
ગાંધી નિર્વાણદિન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩, સોમવારે સવારે ૮:૩૦ વાગે સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના થશે. પ્રાર્થના બાદ અતિથિવિશેષ શ્રી સોનલબેન પરીખ પ્રાસંગિક સંબોધન કરશે.
સર્વધર્મ પ્રાર્થના-પ્રવચનમાં આપને કોરોના ગાઈડલાઈન્સના નિયમોના પાલન સાથે ભાગ લેવા નિમંત્રણ છે.
અમૃત મોદી આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી સોનલબેન પરીખ
મહાત્મા ગાંધીજીના મોટા દીકરા હરિલાલના પુત્રી રામીબેનના દોહિત્રી એવા શ્રી સોનલબેન પરીખનો જન્મ, ઉછેર અને શરૂઆતનું શિક્ષણ મોરબીમાં થયું હતું. એ પછી રાજકોટ અને મુંબઈમાં ગુજરાતી સાહિત્યમાં ગોલ્ડ મેડલ સાથે બી.એ., એમ.એ. અને બી.એડનો અભ્યાસ કર્યો તથા કંઠ્ય સંગીતમાં વિશારદની પદવી મેળવી છે. તેમણે ભારતીય વિદ્યા ભવન, મણીભવન અને મુંબઈ સર્વોદય મંડળમાં સંશોધન તથા વહીવટી કાર્યનો અનુભવ તથા ‘નવનીત સમર્પણ’ અને ‘જન્મભૂમિ’માં પત્રકારત્વનો અનુભવ મેળવ્યો છે. સાહિત્યની તેમની યાત્રા કાવ્યસર્જનથી શરૂ થઇ. ત્યારબાદ તેઓએ પચીસ જેટલાં પુસ્તકો-જેમાંના છ ગાંધી પુસ્તકો છે, પાંચ પરિચય પુસ્તિકાઓ, બે કાવ્ય સંગ્રહ, ત્રણ નવલકથા તથા દસેક જેટલાં અનુવાદના પુસ્તકો લખ્યાં છે. ઉપરાંત પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમનાં કાવ્યો, વાર્તાઓ, લેખો તથા પુસ્તકોનાં અવલોકનો પ્રગટ થતા રહે છે.
ટ્રાન્સજેન્ડર વિશેની તેમની નવલકથા ‘ને સમય જાગ્યા કરે’ને મહારાષ્ટ્ર તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીએ શ્રેષ્ઠ નવલકથા તરીકે સન્માનિત કરી હતી. ‘બા: મહાત્માના અર્ધાંગીની’ને વર્ષ ૨૦૨૧નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો શ્રેષ્ઠ અનુવાદનો એવોર્ડ મળ્યો છે. તેઓ હાલમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરાના આંતરરાષ્ટ્રીય ગાંધી અનુશીલન કેન્દ્ર ‘ગાંધી ભારતી’માં કો-ઓર્ડીનેટર તરીકે કામ કરે છે અને ભણાવે છે. વાંચન, લેખન, પ્રવાસ અને સંગીત એ તેમના પ્રિય વિષય છે. ગાંધીના વારસદાર હોવાની સભાનતા વગર તેમણે સંતાનોનો સામાન્ય ઉછેર કર્યો છે.