પ્રજાસત્તાક દિન : ૨૦૨૫ : ધ્વજવંદન
26 January, 2025

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
પ્રજાસત્તાક દિન : ૨૦૨૫ : ધ્વજવંદન
તા. ૨૬-૦૧-૨૦૨૫ : રવિવાર : સવારે ૮-૩૦ વાગ્યે : ગાંધી આશ્રમ
પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી ૨૦૨૫, રવિવારે, સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં કોચરબ આશ્રમના પૂર્વ સંયોજક શ્રી રમેશચંદ્ર ત્રિવેદીના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
ધ્વજવંદનમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી રમેશચંદ્ર ત્રિવેદી
તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલામાંથી મેળવ્યું હતું. લોકભારતી, સણોસરામાંથી સ્નાતકની પદવી મેળવીને ગૂજરાત વિદ્યાપીઠમાંથી ગ્રામ-અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ૧૯૬૮થી ૧૯૭૮ સુધી અધ્યાપક તરીકે તથા ૧૯૭૮થી મ.દે. ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરામાં અધ્યાપક તરીકે કામગીરી કરીને વર્ષ ૨૦૦૨માં નિવૃત્ત થયા. વર્ષ ૨૦૦૨થી ૨૦૨૦ સુધી સત્યાગ્રહ આશ્રમ, કોચરબના સંયોજક તરીકે તેમણે સેવાઓ આપી હતી. જુદા જુદા વિષયો પર એમના અનેક નિબંધો પ્રકાશિત થયા છે. એમના બે પુસ્તકો કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ થોડા અરસા પહેલાં પ્રકાશિત થયાં છે.