શ્રધ્ધાંજલિ સભા - અમૃતભાઈ મોદી
28 June, 2024
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
શ્રી અમૃતભાઈ મોદી - શ્રધ્ધાંજલિ સભા
તા. ૨૮-૦૬-૨૦૨૪, શુક્રવાર
સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે; સ્થળ : ગાંધી સ્મારક સંગ્રહાલય
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના મંત્રી તરીકે લગભગ ચાર દાયકા સુધી સેવાઓ આપનાર શ્રી અમૃતભાઈ મોદીનું તા. 25-06-2024ના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે અવસાન થયું છે. તે 91 વર્ષના હતા.
શ્રી અમૃતભાઈ (1933-2024) બાળપણથી જ વિદ્યાર્થીમંડળ, કોંગ્રેસ સેવાદળ, રાત્રિ-છાત્રાલય, ભીંતપત્રો, ગ્રામસફાઈ, શ્રમકાર્ય વગેરે અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયા હતા. દાદા ધર્માધિકારી અને દ્વારકાદાસ જોષીની પ્રેરણાથી 22 વર્ષની વયે તે ભૂદાન કામગીરીમાં જોડાયા અને પદયાત્રા તથા ભૂમિવિતરણનું કામ હાથ ધર્યું. આચાર્ય વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી અને રવિશંકર મહારાજ સહિત ઘણા ગાંધીજનો-સર્વોદયજનો સાથે તેમનો નિકટનો સંપર્ક રહ્યો. થોડો સમય વડોદરા ‘ભૂમિપુત્ર’માં પણ ગાળ્યો અને લેખન-સંપાદન-અનુવાદનાં કામ કર્યાં.
સાબરમતી આશ્રમમાં તે 1974માં જોડાયા અને 1985થી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના મંત્રી બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે આશ્રમની વિવિધ જવાબદારીઓ પ્રતિબધ્ધતાપૂર્વક સંભાળી અને દેશવિદેશના અનેક જિજ્ઞાસુઓ-અભ્યાસીઓ માટે પૂછવા ઠેકાણું બની રહ્યા.
શ્રી અમૃતભાઈ મોદીના જીવન-કાર્ય તેમ જ આશ્રમ સાથેના તેમના અંતરંગ સંબંધની સ્મૃતિમાં યોજાયેલી શ્રધ્ધાંજલિ-પ્રાર્થનાસભામાં આપને અને આપના સાથી કાર્યકર્તાઓને સામેલ થવા વિનંતી.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ