સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૪ : ધ્વજવંદન
15 August, 2024
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
સ્વાતંત્ર્ય દિન : ૨૦૨૪ : ધ્વજવંદન
તા. ૧૫-૦૮-૨૦૨૪ : સવારે ૮-૩૦ કલાકે : ગાંધી આશ્રમ
ભાઈશ્રી/બહેનશ્રી,
ભારતના સ્વાતંત્ર્ય દિન તા. ૧૫-૦૮-૨૦૨૪, ગુરુવારે સવારે ૮-૩૦ કલાકે, ગૂ. વિદ્યાપીઠના ભૂતપૂર્વ પ્રાધ્યાપક ડૉ. આનંદીબેન સુ. પટેલના હસ્તે સાબરમતી આશ્રમમાં ધ્વજવંદન થશે.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : ડૉ. આનંદીબેન સુ. પટેલ
ડૉ. આનંદીબેનનો જન્મ-ઉછેર ગાંધી વિચાર-આચાર મુજબ જીવન જીવતાં પરિવારમાં થયો. ગાંધી વિચારના પ્રખર અભ્યાસુ અને લેખક એવા ગૂજરાત વિદ્યાપીઠના આદર્શ અધ્યાપક શ્રી મ.જો.પટેલ તેમના પિતાશ્રી. ગૂજરાત વિદ્યાપીઠના ભાવાવરણમાં આનંદીબેને પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો. વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆતમાં જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી હેમલત્તાબેન હેગીષ્ટે સાથે જ્યોતિસંઘ સંસ્થામાં અને ત્યારબાદ સમાજકલ્યાણ બોર્ડ જેવી પાયાની સંસ્થામાં મહિલા ઉત્કર્ષની કામગીરી કરી. દલિતો પર થતા અત્યાચારો વિષય પર મહાનિબંધ તૈયાર કર્યો. સમાજકાર્ય માટેની જાણીતી “ફૂલબ્રાઈટ સ્કોલરશીપ” મેળવી અમેરિકામાં તાલીમ પણ લીધી. ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગમાં ૧૯૯૪માં અધ્યાપક તરીકે જોડાયા અને ગાંધી વિચારધારા, દલિત-આદિવાસી સમુદાયનો વિકાસ અને સમાજકલ્યાણ વહીવટ જેવા વિષયોનું અધ્યાપન કાર્ય કર્યું. છેલ્લાં ૧૮ વર્ષ સુધી વિભાગીય અધ્યક્ષ તરીકે ફરજ નિભાવી ૨૦૨૪માં સેવાનિવૃત્ત થયા છે. તેમણે મહિલા બાળ વિકાસ, યુનિસેફ, સમગ્ર શિક્ષા અભિયાન વગેરે વિભાગો સાથે રહીને અનેક સંશોધન અને વિસ્તરણ પ્રોજેક્ટ કર્યા. તેમણે સમાજકાર્યના વિવિધ વિષયોના ૩ પુસ્તકોનું લેખનકાર્ય પણ કર્યું છે.