પ્રજાસત્તાક દિન : ૨૦૨૬ : ધ્વજવંદન
22 January, 2026
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
પ્રજાસત્તાક દિન : ૨૦૨૬ : ધ્વજવંદન
તા. ૨૬-૦૧-૨૦૨૬ : સોમવાર : સવારે ૮-૩૦ વાગ્યે : ગાંધી આશ્રમ
પ્રજાસત્તાક દિન, ૨૬ જાન્યુઆરી ૨૦૨૬, સોમવારે, સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં શિક્ષણ, આરોગ્ય અને રમતગમત જેવા ક્ષેત્ર થકી સામાજિક સશક્તિકરણનું કામ કરનાર શ્રી ભારતીબેન ઓડેદરાના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
ધ્વજવંદનમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભાગ લેવા નિમંત્રણ છે.
અતુલ પંડ્યા આશ્રમવાસી પરિવાર જયેશભાઈ
સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પરિચય : શ્રી ભારતીબેન ઓડેદરા
સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારમાં ઉછરેલા શ્રી ભારતીબેન ગૂજરાત વિદ્યાપીઠમાંથી સમાજકાર્ય પારંગત (MSW) થયા છે. અનુસ્નાતકના અભ્યાસ પછી છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ૭ વર્ષ રચનાત્મક કાર્ય કરેલું છે. શિક્ષણ, આરોગ્ય, જેન્ડર ઇક્વિટી, બાળશિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. “સપનોં કી શાલા” અને “બચપન બચાવો” જેવા પ્રોજેક્ટમાં તેઓએ કામગીરી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠે ૨૦૨૫ના વર્ષમાં તેમને “મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર”થી સન્માનિત કર્યા છે. હાલમાં તેઓ બાળકો, યુવાનો સાથે રમત-ગમતને કેન્દ્રમાં રાખી સામાજિક પરિવર્તન માટે કાર્યરત છે.

